પ્રાથમિક શાળાના આચાર્ય (પ્રિન્સીપાલ)ના ચાર્જ બાબતે ૧૪ જેટલા જીલ્લા ના પરીપત્ર.

પ્રાથમિક શાળાના આચાર્ય (પ્રિન્સીપાલ)ના ચાર્જ બાબતે ૧૪ જેટલા જીલ્લા ના પરીપત્ર. 
પ્રાથમિક શાળાના  આચાર્ય (પ્રિન્સીપાલ)ના ચાર્જ બાબતે


પ્રાથમિક શાળામાં આચાર્ય કોણ બની શકે? કોને આચાર્યનો ચાર્જ આવે? કેટલી સિનયોરીટી વાળા શિક્ષક આચાર્ય બની શકે? વગેરે પ્રશ્નોના સોલ્યુશન માટે અહિયાં આપેલ ૧૪ જેટલા જીલ્લાના પરીપત્રો વાંચો અને ડાઉનલોડ કરો. 

પરીપત્રો ડાઉનલોડ માટેની લીંક અહિયાં નીચે આપેલ છે.


➜  આપણે સાચા આચાર્ય કોને કહીએ?  આચાર્યની જવાબદારી શું છે?

     આચાર્ય એટલે મુખ્ય માર્ગદર્શક. જે આચાર ઘડે તે આચાર્ય. જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં આવતાં આચાર્યની વ્યાખ્યા : સાધુ, સાધ્વી, શ્રાવક , શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરત હોય; પોતે (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચારનું પાલન કરતાં હોય અને અન્યોને આચાર પાલનની પ્રેરણા આપનારને આચાર્ય મહારાજ કહે છે. 

 

➜  ખરી આચાર્યગીરી કોને કહીશું? 

     આચાર્ય પાસે સત્તા છે, તો સામર્થ્ય પણ હોવું જોઈએ. સત્તા અને સામર્થ્યનો સુમેળ શૈક્ષણિક સિદ્ધિ સરળતાથી હાંસલ કરાવી શકશે. શાળાનું વાતાવરણ કૌટુંબિક બનાવવાની જવાબદારી અને આવડત આચાર્યગીરીના મહત્ત્વનાં લક્ષણ ગણી શકાય. શાળાસંકુલમાં લોકશાહીભર્યું વાતાવરણ જ શિક્ષકોને તન-મનથી કામ કરવા પ્રેરશે. કોઈપણ નિર્ણયમાં શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની સહભાગિદારિતા કામની સફળતાનો આંક ઊંચે લઈ જશે. તેવી માત્ર માન્યતા જ નહીં પણ વિશ્વાસ અપાવે તે આચાર્યગીરી છે. પોતાના નિર્ણયમાં વિશ્વાસ રાખવો અને રખાવવો તે આચાર્યગીરી છે. અહીં મક્કમતા અને ધીરજ પણ ઉપયોગી થઈ પડશે. નિયમથી નિરાધાર બનાવ્યા કરતાં પ્રેરણાથી પ્રોત્સાહિત કરવાથી પરિણામ મળશે. શિક્ષકો શું નથી કરતાં તેના બદલે શું કરે છે તેની નોંધ લઈ વધારે પ્રોત્સાહિત કરી માર્ગ ચીંધનાર આચાર્ય-આચાર્યગીરી કરી રહ્યો છે તેમ કહેવાય. 

  આચાર્યની જવાબદારી શું હોય? 

આચાર્યની જવાબદારી માત્ર વહીવટની જ હોત તો સરકાર આચાર્યના બદલે સી.એ. થયેલ કે એમ.બી.એ. થયેલ વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક કરી શકી હોત. પણ તેમ ન કરતાં દસ વર્ષના શૈક્ષણિક કાર્યના અનુભવ પછી જ આચાર્યની જવાબદારી સોંપવામાં આવે છે તેની પાછળનો હેતુ સમજીએ એ આચાર્યગીરીનું લક્ષણ છે. શાળા સંચાલકોની ચમચાગીરી કરતો આચાર્ય ક્યારેય આચાર્યગીરી કરી ન શકે. ચમચાગીરીએ આચાર્યગીરીની શોક્ય છે. વર્ગમાં વિદ્યાર્થી સાથે ચર્ચા કરતો આચાર્ય જેટલો શોભે છે તેટલો ઓફિસમાં બેસીને શિક્ષકોને તતડાવતો નથી શોભતો. આચાર્યગીરી કરતા આચાર્યને ખબર હોય છે કે શાળા પાસે શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીની શી અપેક્ષા છે. શાળામાં લેવાતા નિર્ણયો પોતાને પસંદ આવે તેવા નહીં, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીને પસંદ આવે તેવા લેવાતા હોય છે. શાળામાં ક્યારે રજા રાખવી, કયો સમય રાખવો, કઈ પ્રવૃત્તિ કરવી વગેરે બાબતો આચાર્ય નહીં, પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નક્કી કરે અને તેનો અમલ આચાર્ય કરાવે તે ખરી આચાર્યગીરી છે. શાળા આચાર્ય દ્વારા ચાલે છે, પણ આચાર્યને કારણે નથી ચાલતી. કોઈ પણ શાળાના વિકાસનો આધાર જે તે શાળાના કર્મચારીગણ, વિદ્યાર્થી અને વાલી પર અવલંબે છે. શાળા માટે શિક્ષકો અને વાલી પાસેથી ધાર્યું કામ પ્રેમ અને નિષ્ઠાથી કરાવવું તે આચાર્યગીરી છે. શિક્ષકોને ‘તમે આમ કરો’ એમ નહીં પણ ‘આપણે આમ કરીએ’ કહેનાર આચાર્યપદને ખરું શોભાયમાન કરે છે. શિક્ષકો માટે શૈક્ષણિક સગવડતાઓ ઊભી કરી વર્ગ અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ સર્જનાર વ્યક્તિ જ આચાર્ય પદ માટે લાયક છે. તમે કેમ મોડા આવ્યા? તમે વર્ગમાં સમયસર કેમ ન ગયા? પગારબિલ કેમ મોડું મોકલાવ્યું? ઘંટ સમયસર કેમ ના વગાડયો? તિજોરીની ચાવી અહીં કેમ નથી? વગેરે બાબતો જોવા અને કરાવવા આચાર્ય નથી. આવી નોંધ તો ગ્રેજ્યુએટ થયેલ કોઈ પણ વ્યક્તિ સારી રીતે કરી શકે. તે માટે એક શિક્ષકને મિટાવીને આચાર્યનું સર્જન કરવાની જરૂર નથી. મોટાભાગે એવું જોવા મળે છે કે, શિક્ષક તરીકેના અનુભવને કારણે જ આચાર્ય બનેલ વ્યક્તિ આચાર્ય બન્યા પછી શિક્ષક મટી જતો હોય છે. જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં ત્યાં સ્વાર્થ, કિન્નાખોરી, આળસ, કામચોરી, ઈર્ષ્યા જેવી અનેક બહેનપણીઓ રાજ કરવા લાગે છે. જેમાં માનવસંબંધો કથળે છે, આચાર્ય હાંફે છે, સંચાલકો ડરે છે અંતે શાળા મરે છે. સાચી આચાર્યગીરી કહેવામાં નહીં પણ કરવામાં છે. કહી બતાવે તે નહીં, પણ કરી બતાવે તે સાચી આચાર્યગીરી. શિક્ષકો કે વિદ્યાર્થીને વાંચવાની સલાહ આપનાર આચાર્ય સારા લેખ કે પુસ્તકો વાંચીને તેની નકલ કે રેખાંકિત વાક્યો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપે તે આચાર્યગીરી છે.

➜   આચાર્ય ભગવંતોના ગુણો કયા છે?

      અરિહંત ભગવાન જે આચરણનું પાલન કરે છે અને તેઓ જે વર્તનનું પાલન કરે છે તેના માટે હું આચાર્ય ભગવાનને સલામ કરું છું. તેણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, સંયમ સહિત સ્વ-રાજ્ય પ્રગટ થાય છે. પરંતુ આ તે આચાર્ય નથી જેઓ અહીંયા છે. આ બધું ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે થોડું અપમાન કરીએ છીએ. એટલા માટે આવા કોઈ આચાર્ય નથી. તેની દ્રષ્ટિ ફરી નથી. વળતર પછી દ્રષ્ટિ ઉપયોગી છે. જેમની પાસે ખોટી દ્રષ્ટિ છે તેમને આચાર્ય કહેવાતા નથી. જો તે આત્મસાત કરીને આચાર્ય બને, તો તેને આચાર્ય કહેવામાં આવે છે.

➜  મહત્વપૂર્ણ લિંક:


ઘણી જગ્યાએ આચાર્યશ્રીની ટ્રાન્સફર કે આચાર્યશ્રી વયનિવૃત થતા આચાર્યના ચાર્જ બાબતે પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો તે માટે આ પરિપત્રો નું સંકલન દરેક શાળાઓ સુધી પહોચાડવા વિનંતી. આભાર 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ