શાળા-કોલેજો તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થનાઓ"

દરેક શાળા-કોલેજો તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થના પોથી"
સંકલિત "પ્રાર્થનાઓ"

💥 "પ્રાર્થના" 💥 

➤  પ્રાર્થના એટલે હૃદયની આંતર વાત પ્રભુ પાસે પહોંચાડવાનો દિવ્ય માર્ગ છે


➤  પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેમ દેહને ટકાવવા અન્નાદિક ખોરાક જોઈએ તેમ આત્માને સબળ રાખવા પ્રાર્થના ફરજિયાત છે

➤  પ્રાર્થના એ આધ્યાત્મિક, વ્યવહારિક, શારીરિક, માનસિક અનેક દુઃખોથી રહિત થવાનો સરળ માર્ગ છે.

➤  પ્રાર્થનાનાં બીજા પર્યાય શબ્દ અભ્યર્થના, બંદગી તથા વંદના છે. પ્રાર્થના એટલે એક પ્રકારની અરજ, ગુજારિશ અને દીનભાવ એવો અર્થ કરી શકાય. પ્રાર્થના એટલે અંતઃકરણપૂર્વક ભગવાનની કરવામાં આવતી ભક્તિ.

➤  પ્રાર્થના આપણાં જીવનમાં શાંતિ બક્ષે છે તથા મન અને મગજને એકચિત્ત કરે છે. હકીકતમાં પ્રાર્થના આપણાં દૈનિક જીવન સાથે વણાયી ગયી છે અને પ્રાર્થના વગર દિવસની શરૃઆત કરવી નકામી છે

➤  દરેક શાળા, મહાશાળા કે અમુક સરકારી કચેરીઓમાં કામગીરી શરૃ કરતાં પહેલાં પ્રાર્થના બોલવાનો રિવાજ છે અને એનું કારણ એ છે કે પ્રાર્થનાથી આપણું મન શુદ્ધ થાય છે અને આપણો આખો દિવસ શાંતિમય રીતે પસાર થાય છે.

➤  વિદ્યાર્થીઓનાં પાઠયપુસ્તકોમાં પણ જુદી જુદી પ્રાર્થનાઓ જોવા મળે છે અને આનાં ઉપરથી જ આપણને પ્રાર્થનાની મહત્તાનો ખ્યાલ આવે છે. પ્રાર્થના આપણી સંસ્કૃતિનું પ્રતીક છે.

💥  પ્રાર્થના કરવા માટેની પૂર્વશરત :
  • જરૂરિયાતમંદ થઈને (needy) પ્રાર્થના કરવી.
  • ‘હું કશું જ નથી’ એવા ન્યૂનભાવે પ્રાર્થના કરવી.
  • પ્રગટ-પ્રત્યક્ષભાવે પ્રાર્થના કરવી.
  • ‘મહારાજ પ્રાર્થના સાંભાળે જ છે’ એવા વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી.
  • પ્રાર્થના કેવી રીતે કરી શકાય ? કોને કરી શકાય ?
  • પ્રાર્થના ઉચ્ચ સ્વરે અથવા મૌન રહી મનમાં કરી શકાય.
  • પ્રાર્થના ગદ્યમાં કે પદ્યમાં કરી શકાય.

➤  પ્રાર્થના (૧) એકાંતમાં (૨) સમૂહમાં એમ બે રીતે કરી શકાય. સમૂહપ્રાર્થના કરતાં એકાંતપ્રાર્થનામાં ૧૦૦ ગણી વધુ તાકાત છે. તેનાથી મહારાજ ખૂબ રાજી થાય. નીરવ શાંતિમાં કોઈ પણ પ્રકારના ઉદ્વેગ કે ઉચાટ વગર એકાંતમાં ગદ્ગદભાવે મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરવાથી જીવનમાં એક દિવ્યતાનો અહેસાસ થાય છે, હળવાફૂલ જેવા થયાનો અનુભવ થાય છે.

➤  પ્રાર્થના ગરજુની આરજૂ છે; તેમાં પ્રભુ પાસે કંઈક યાચના કરવાની છે માટે હંમેશાં પ્રાર્થના બે હાથ જોડીને જ કરાય. જો સામે મહારાજની મૂર્તિ હોય તો નેત્ર ખુલ્લા રાખીને ટટ્ટાર બેસીને પ્રાર્થના કરાય; અન્યથા નેત્ર બંધ રાખીને પ્રાર્થના કરાય.

➤  પ્રાર્થનાનાં માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચવું શક્ય જ નથી. પ્રાર્થના એ ભક્ત અને ભગવાન વચ્ચેનો સેતૂ છે. એવું નથી કે પ્રભુ પાસે કાંઈ માંગવા માટે જ આપણે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણાં મન તથા મગજની શાંતિ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.

➤  પ્રાર્થના એ અંતરનો આર્તનાદ છે. આપણી પ્રાર્થનામાં એક શક્તિ, વજૂદ અને સચ્ચાઈ હોવાં જરૃરી છે, અને એમાં અંતરનો ઉમળકો હોવો ખાસ જરૃરી છે. પ્રાર્થના એટલે પ્રભુનાં ગુણગાન, વખાંણ,સ્તુતિ કે પ્રસંશા એથીવિશેષ કાંઈ નહીં. જેમ આપણે આપણું શરીર ટકાવી રાખવા માટે જળ તથા આહારની જરૃર પડે છે, તેવી જ રીતે જીવનમાં આપણે જાણે અજાણે કરેલાં પાપોને ધોવાં માટે ભક્તિરૃપી ભાથું બાંધવું પડે છે.

💥   પ્રાર્થના કરવાથી થતા ફાયદા:

➤  વ્યવહારિક માર્ગે કોઈ કાર્યમાં ક્યારેક નફો તો ક્યારેક ખોટ જાય પરંતુ નિષ્કામભાવે પ્રાર્થના કરવામાં તો નફો જ નફો છે; કદી ખોટ જતી નથી. અવરભાવનાં ઉદ્વેગ, અશાંતિ, ચિંતા, ઉગ્રતા, આપત્તિ, વિપત્તિ અનેક દુઃખનાં દ્વંદો પ્રાર્થના કરવાથી ટળી જાય છે અને હળવાફૂલ જેવા થઈ જવાય છે.

➤  પ્રાર્થનાથી માનિક રોગ અને શારીરિક રોગો પણ દૂર થાય છે.
મહારાજ અને મોટાપુરુષને સકારાત્મક પ્રાર્થના કરવાથી આપણામાં જબરજસ્ત સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જે આપણા જીવનમાં નવો રચનાત્મક ઓપ આપે છે.
➤  પ્રાર્થના કરવાથી અહંકાર ઓગળે છે. ‘હું કશું જ નથી’ એ ભાવની દૃઢતા થાય છે અને મહારાજ અને મોટાપુરુષનું મહાત્મ્ય વધુ દૃઢ થાય છે.
➤  પ્રાર્થનાથી વણ ઉકલ્યા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.
➤  પ્રાર્થનાથી શાશ્વત શાંતિનો અનુભવ થાય છે.

➤  દિવસનો પ્રારંભ અને અંત પ્રાર્થનાથી જ થાય.


 
01. તેરી પનાહમે હમે રખના...

02. અમે.. તો.. તારા નાના બાળ.

03. સત્ય અહિંસા ચોરી ના કરવી.

04. તું મને ભગવાન એક વરદાન આપી દે.

05. હે કરુણાના કરનારા...

06. વંદે દેવી શારદા.

07. જીવન જ્યોત જગાવો.

08. એક તુંહી ભરોશા.

09. તું હી રામ...તું હી રહીમ.

10. મુક્તિ મળે કે ના મળે.

11. અંતર મન વિકસિત કરો.

12. હમ એક બને...પ્રેમની પરબ.

13. ઇતની શક્તિ હંમે દેના દાતા.

14. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું.

15. અચ્યુતમ કેશવમ...કૃષ્ણ દમોદરમ.

16. આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા..રે.

17. યા કુંદે તું સાર હાર ધવલા.

18. ઓમ તતસત શ્રી નારાયણ.

19. પ્રેમળ જ્યોત જગાવો.

20. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.

21. મંગલ મંદિર ખોલો.

22. અસત્યો માંહીંથી પ્રભુ.

23. ઓ ઈશ્વર ભજીયે.

24. જીવન અંજલી થાજો.

25. નૈયા ઝુકાવી મેંતો.

26. હે માં શારદા.

27. મંદિર તારું.

28. રાખ સદા.

29. અમે તો તારા નાના બાળ.

30. વંદન કરીએ.

31. ઓ પ્રભુ મારું.

32. હે પ્રભુ આનંદ દાતા.

33. એકજ દે ચિનગારી મહાનલ.

34. એય માલિક તેરે બંદે હમ.

35. હમકો મનકી શક્તિ દેના.

36. જે સે સૂરજકી ગરમીસે .

37. જીવન તુમને દિયા હૈ સંભાલો.

38. જ્યોત સે જ્યોત જગાતે ચલો.

39. તું પ્યારકા સાગર હૈ.

40. તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો.


દરેક શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ ને માટે તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થના પોથી" મિત્રો...તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો આગળ આપના મિત્રોને પણ શેર કરવા વિનંતી.

આપના પ્રતિભાવો જરૂરથી આપશો.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો