ધોરણ: ૩ થી ૫ ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી

 ધોરણ: ૩ થી ૫ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી 

ધોરણ: ૩ થી ૫ની કવિતાઓ

વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે તેમજ દરેકને માટે ખુબજ ઉપયોગી, સુમધુર અવાજમાં .... ધોરણ: ૩ થી ૫ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની  કવિતાઓ અને સાંભળો અને સેવ પણ કરી શકાશે. 

કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે. આવાં કાવ્ય વાહનના સર્જકને કવિના નામથી ઓળખાવવામાં આવે છે.

➜   એક કવિએ ખુબજ સુંદર કહ્યું છે.

“સ્તરે સ્તરે વિસ્તરતી જશે આ વ્યથા હતી કોને ખબર ?
બોલ્યા વિના લખાઈ જશે એક કથા કોને ખબર ?
ન અમે હતા નાયક કે ન હતી કોઈ રંગ ભૂમિ……
ભજવવા પડશે આટલા ચરિત્ર ..કોને ખબર ?
બસ રહેવું હતું નેપથ્ય મા , પણ રંગ ની શી જુબાની…. 
છલકાઈ ગયા અમસ્તા કે ઉભરાઇ ગયા..કોને ખબર ?
હશે”હસ્તિક” જીવન ના આ પણ કંઇક રંગ કાચા પાકા ….
રંગાવું પડશે પુરા કે અધૂરા, કોને ખબર ?

જ્યારે કવિની રચના એની રચના કરતી વખતે કવિના અંતર મનમાં જેવા ભાવો પ્રગટ્યા હતા એવા જ ભાવો ભાવકના હૃદય મનમાં પણ પ્રગટાવે છે, કે નહિ એના ઉપરથી કોઈ પણ કાવ્યની કિંમત અંકાય છે. દરેક કવિ એની કાવ્ય રચના દ્વારા કોઈને કોઈ સંદેશ  આપવાનો  પ્રયત્ન  કરે છે.

         સરિતાની માફક કવિતા પણ એની પાસે જનાર ભાવકની સાહિત્યની તૃષા છીપાવે છે.ગુજરાતી સાહિત્યમાં આ જ સુધીમાં પ્રાચીન અને આધુનિક ઘણા કવિઓએ અનેક કવિતાઓની રચના કરી છે જે પુસ્તકાલયોમાં ગ્રંથસ્થ રૂપે પડેલી છે.આ બધી કાવ્ય રચનાઓમાં હૃદયને સીધી અસર કરે એવી ઘણી સુંદર કવિતાઓ છે એ બધીનો અહી નિર્દેશ કરવો મુશ્કેલ છે. દરેક ભાવકની પસંદગી પણ એક સરખી હોતી નથી.આજે  ફેસ બુક  ઉપર અને  સોસીયલ  મીડિયામાં  જે  કવિતાઓ  ફરતી   રહેતી  જોવા મળે  છે એને  કવિતા  કહેવી કે કેમ  એ એક વિવાદનો  પ્રશ્ન  છે.   

      આમ છતાં આજના વિશ્વ કવિતા દિનની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતી ભાષાની મને ગમતાં કેટલાંક ગુજરાતી કાવ્યો –કાવ્ય પંક્તિઓ અને મારી સ્વ-રચિત રચના અને પંક્તિઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે. આશા છે મને ગમી એવી વાચકોને પણ ગમશે -

૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઆરટી), ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સંશોધનો ચાલુ જ છે. જીસીઆરટી દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. તે અંતર્ગત ધોરણ: ૧ થી ૧૨ માટે તમામ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ની બધીજ કવિતાઓ અત્રે મુકવામાં આવેલ છે.

ધોરણ: ૩ થી ૫ ની બધી કવિતાઓ અહીંથી સાંભળો અને ડાઉનલોડ કરો.

આપ સૌને આ કાવ્યો ખુબજ ગમશે.

ધોરણ: ૩ થી ૫ ની સુધીની  કવિતાઓ  બધી કવિતાઓ અહીં સામેલ છે. પ્લે બટન પર ક્લિક કરીને કવિતા સાંભળી શકાય છે. અને તેની આગળ જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. આ કવિતા ડાઉનલોડ પણ કરી શકાય છે.

ખાસ નોંધ: આ પોસ્ટના લખાણની કોપી કરવી નહીં. (કોપી રાઈટ એકર મુજબ)
અન્ય સાઈટ પર લીંક મૂકી શકશો.

➜  ધોરણ: ૩ ની કવિતાઓ :

0૧. નમીએ તુજને વારંવાર.

0૨. મને આભલે ચમકતો ચાંદલો.

0૩. આ વાત કદીના ભૂલાય.

0૪. મેળો - ચાલો જોવા જઈયે.

0૫. હું છું ખાખી બાવો.

0૬. ફાગણીયો.

0૭. ધમાચકડી.

0૮. અંતર મંતર જંતર.


➜ ધોરણ: ૪ ની કવિતાઓ.
૦૧. કહે ટમેટું.

૦૨. રાતા ફુલ.

૦૩. હું તો પૂંછું.

૦૪. દુનીયા ની અજાયબી.

૦૫. ચાલ બચુડા.

૦૬. રોજ સવારે ધિંગા મસ્તી.

૦૭. સાદ કરે છે.

૦૮. गिनती.

૦૯. धमक धमक

૧૦. झुला


➜ ધોરણ: ૫ ની કવિતાઓ.
૦૧. પર્વત તારા

૦૨. સુંદર સુંદર

૦૩. અલક દલક

૦૪. અમે બાંધવો સરદાર ના

૦૫. ઉડે રે ગુલાલ

૦૬. હિંડોળો (સોનાની સાંકળે)/span>

૦૭. સુભાષિતો

૦૮. અભિનંદન

૦૯. ચારણ કન્યા

૧૦. ચરણોમાં (ઉગમણે આભમાં)

૧૧. शिखो (फूलोंसे )

૧૨. हम भारतकी शान है

Source of information: Gujarat Council of Educational Research and Training (GCERT)_Gandhinagar 

આ ઉપયોગી લીંક સેવ કરી રાખશો. જેથી કરી ફરી ઉપયોગમાં કામ લાગી શકે.આપને અમારી જાણકારી ગમી હશે.

આપનો પ્રતિભાવ અમને જરૂરથી આપશો.

ટિપ્પણીઓ