ધોરણ: ૬ થી ૮ ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી

ધોરણ: ૬ થી ૮ ની કવિતાઓ દરેક શાળા માટે ખૂબ ઉપયોગી 

ધોરણ: ૬ થી ૮ ની કવિતાઓ

વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે તેમજ દરેકને માટે ખુબજ ઉપયોગી, સુમધુર અવાજમાં .... ધોરણ: ૩ થી ૫ની ગુજરાતી, હિન્દી,અંગ્રેજી અને संस्कृत ની  કવિતાઓ અને સાંભળો અને સેવ પણ કરી શકાશે. 

કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે. આવાં કાવ્ય વાહનના સર્જકને કવિના નામથી ઓળખાવવામાં આવે છે.

➜   એક કવિએ ખુબજ સુંદર કહ્યું છે.

“સ્તરે સ્તરે વિસ્તરતી જશે આ વ્યથા હતી કોને ખબર ?
બોલ્યા વિના લખાઈ જશે એક કથા કોને ખબર ?
ન અમે હતા નાયક કે ન હતી કોઈ રંગ ભૂમિ……
ભજવવા પડશે આટલા ચરિત્ર ..કોને ખબર ?
બસ રહેવું હતું નેપથ્ય મા , પણ રંગ ની શી જુબાની….
છલકાઈ ગયા અમસ્તા કે ઉભરાઇ ગયા..કોને ખબર ?
હશે”હસ્તિક” જીવન ના આ પણ કંઇક રંગ કાચા પાકા ….
રંગાવું પડશે પુરા કે અધૂરા, કોને ખબર ?

જ્યારે કવિની રચના એની રચના કરતી વખતે કવિના અંતર મનમાં જેવા ભાવો પ્રગટ્યા હતા એવા જ ભાવો ભાવકના હૃદય મનમાં પણ પ્રગટાવે છે, કે નહિ એના ઉપરથી કોઈ પણ કાવ્યની કિંમત અંકાય છે. દરેક કવિ એની કાવ્ય રચના દ્વારા કોઈને કોઈ સંદેશ  આપવાનો  પ્રયત્ન  કરે છે.

         સરિતાની માફક કવિતા પણ એની પાસે જનાર ભાવકની સાહિત્યની તૃષા છીપાવે છે.ગુજરાતી સાહિત્યમાં આ જ સુધીમાં પ્રાચીન અને આધુનિક ઘણા કવિઓએ અનેક કવિતાઓની રચના કરી છે જે પુસ્તકાલયોમાં ગ્રંથસ્થ રૂપે પડેલી છે.આ બધી કાવ્ય રચનાઓમાં હૃદયને સીધી અસર કરે એવી ઘણી સુંદર કવિતાઓ છે એ બધીનો અહી નિર્દેશ કરવો મુશ્કેલ છે. દરેક ભાવકની પસંદગી પણ એક સરખી હોતી નથી.આજે  ફેસબુક  ઉપર અને  સોસીયલ  મીડિયામાં  જે  કવિતાઓ  ફરતી   રહેતી  જોવા મળે  છે એને  કવિતા  કહેવી કે કેમ  એ એક વિવાદનો પ્રશ્ન  છે.   

      આમ છતાં આજના વિશ્વ કવિતા દિનની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતી ભાષાની મને ગમતાં કેટલાંક ગુજરાતી કાવ્યો –કાવ્ય પંક્તિઓ અને મારી સ્વ-રચિત રચના અને પંક્તિઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે. આશા છે મને ગમી એવી આપ સૌ વાચકોને પણ ગમશે.

  • ૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Day ની ઉજવણીનો દિવસ છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઆરટી), ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સંશોધનો ચાલુ જ છે. જીસીઆરટી દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. તે અંતર્ગત ધોરણ: ૧ થી ૧૨ માટે તમામ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી संस्कृत ની બધીજ કવિતાઓ અત્રે મુકવામાં આવેલ છે.

ધોરણ: ૬ થી ૮ ની બધી કવિતાઓ અહીંથી સાંભળો અને ડાઉનલોડ કરો.

આપ સૌને આ કાવ્યો ખુબજ ગમશે.

ધોરણ: ૬ થી ૮ ની સુધીની  કવિતાઓ  બધી કવિતાઓ અહીં સામેલ છે. પ્લે બટન પર ક્લિક કરીને કવિતા સાંભળી શકાય છે. અને તેની આગળ જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. આ કવિતા ડાઉનલોડ પણ કરી શકાય છે.

ખાસ નોંધ: આ પોસ્ટના લખાણની કોપી કરવી નહીં. (કોપી રાઈટ એકર મુજબ)
અન્ય સાઈટ પર લીંક મૂકી શકશો.

➜  ધોરણ: ૬ ની કવિતાઓ : 

૦૧. ઓ હિન્દ દેવભૂમિ.

૦૨. મહેનતની મોસમ.

૦૩. પગલી પગલી...

૦૪. આલા લીલા વાંસળીયા.

૦૫. ગુજરાત મોરી મોરી રે...

૦૬. શેરીએ આવે સાદ.

૦૭. રૂપાળું મારૂ ગામડું.

૦૮. એક જગત એક લોક.

૦૯. धरतीको महकायें.

૧૦. इतनी शक्ति हमें देणा दाता.

૧૧. जय विज्ञानकी.

૧૨. वंदना.

૧૩. हस्ती हस्ती.

૧૪. दक्षिण पदम्.

૧૫. भवन्तु भारतम.


 ➜  ધોરણ: ૭ ની કવિતાઓ :
 
૦૧. આજની ઘડી તે રળિયામણી.

૦૨. રણમા.

૦૩ માલમ હલેસા તું માર.

૦૪. જનની.

૦૫. ગ્રામ માતા.

૦૬. સોના જેવી સવાર.

૦૭. ગોવિંદના ગુણ ગાસું.

૦૮. तब याद तुम्हारी.

૦૯. इस देशके निवाशी.

૧૦. दोहा अष्टक.

૧૧. बेटी.

૧૨. धरतीकी शान.

૧૩. मेघो वर्षती.

૧૪. चटक चटक रे चटक.

૧૫. परिशिष्ट.

૧૬. प्रहेलिका.

૧૭. सुभाषितानी.


➜  ધોરણ: ૮ ની કવિતાઓ :
 
૦૧. એક જ દે ચિનગારી.

૦૨. તને ઓળખું છું મા.

૦૩. ધૂળિયે મારગ.

૦૪. આભમાં ઝીણી ઝબુકે.

૦૫. વળાવી બા આવી.

૦૬. શરૂઆત કરીયે.

0૭. કમાડે ચીતર્યા મેં.

૦૮. આવકારો.

૦૯. ઘડતર.

૧૦. तेरी है जमीन.

૧૧. उठो धराके अमर सपूतो.

૧૨. माँ कह एक कहानी.

૧૩. मत बांटो इन्सान को.

૧૪. दोहे.

૧૫. तुफ़ानोकी और.

૧૬. वंदना.

૧૭. एहि सुधीर.

૧૮. पुत्री मम खलु निद्राति.

૧૯. प्रभात वंदनम ी.



આ ઉપયોગી લીંક સેવ કરી રાખશો. જેથી કરી ફરી ઉપયોગમાં કામ લાગી શકે.આપને અમારી જાણકારી ગમી હશે.

આપનો પ્રતિભાવ અમને જરૂરથી આપશો.

ટિપ્પણીઓ