તમારા લાઈટના બીલની ગણતરી કેવી રીતે કરશો, અને લાઈટ બિલ ભરો ઓનલાઈન મોબાઈલથી.

 તમારા લાઈટના બીલની ગણતરી કેવી રીતે કરશો, અને લાઈટ બિલ ભરો ઓનલાઈન મોબાઈલથી.

લાઈટ બિલ ભરો ઓનલાઈન મોબાઈલથી.

આજના ટેકનોલોજીના યુગમાં તમામ ક્ષેત્ર ડીજીટલ અને ઓનલાઈન થઇ રહ્યા છે ત્યારે એમાં આપણો ઇલેક્ટ્રિસીટી વિભાગ પણ પાછળ નથી. 

હવે તમે તમારા લાઈટબીલ ઓનલાઈન ચેક કરી શકશો તેમજ તેનું ઓનલાઈન પેમેન્ટ(ચુકવણું) પણ કરી શકશો. તે તે માટેની ડાયરેક્ટ લીંક અહીંયા આ પોસ્ટમાં આપેલ છે તેમાં ઝોન વાઈઝ તમારો કયો ઝોન છે તે મુજબ આપ જોઈ શકશો.

દિવસેને દિવસે વીજળીનો વપરાશ વધી રહ્યો છે. ત્યારે અને હજુ પણ વધવાનો જ છે. તો આ વીજળીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ પ્રદુષણ મુક્ત ઉર્જા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે સૌર એનર્જી પર ભાર મુક્યો છે. એમાં જે કોઈપણ નાગરિક સૌર પાવર પ્રોજેક્ટ વસાવે તો તેને  સૌર પાવર પ્લાન્ટ નાખવા સરકાર સબસીડી આપે છે. અને એ પણ  ગુજરાત સરકાર અડધી સબસિડી પૂરી પાડે છે.  તેમજ વધારાની વીજળીની યોગ્ય ભાવે ખરીદી પણ સરકાર કરે છે. જેથી નાગરિકોને લાંબાગાળે આર્થિક રીતે પણ મોટો ફાયદો થશે.

સૌર પ્રણાલીનો ઉપયોગ:

  •   અમારા ઘરની બધી ઇલેક્ટ્રિકલ વસ્તુઓ એક. અમે તેનો ઉપયોગ સી, ફ્રીઝર, ટીવી, વોટર મોટર, વૉશર, ઇસ્ત્રી, લાઇટ-ફેન વગેરે માટે કરીશું.
  •  આ યોજનાના જ્ઞાનને તમારા મિત્રો અને પરિવારને મોકલવાનું ભૂલશો નહીં જેથી તમારા મિત્રો અને પરિવાર ગુજરાત સરકારની આ યોજનાના ફાયદા પણ મેળવી શકે.


મિત્રો... વીજળીની વાત આવી તો એના શોધક વિષે પણ જાણી લઈએ...

માઈકલ ફેરાડે નો જન્મ ૨૨ સપ્ટેમ્બર૧૭૯૧ ના દિવસે લંડનના પરા વિસ્તારમાં થયો હતો. આધુનિક જીવનને આધુનિક બનાવનાર વીજળી (Electricity) ના શોધક તરીકે ફેરાડેના આપણે સૌ હમેશાં ઋણી રહીશું.

માઈકલના પિતા લુહારીકામ કરતા હતા. ગરીબાઈના કારણે ફેરાડે ઉચ્ચ શિક્ષણ પામી શકેલા નહીં. ૧૪ વર્ષની ઉમ્મરે સ્થાનિક બુક બાઈન્ડરને ત્યાં કામ શરૂ કર્યું. પુસ્તકોના વાંચન દ્વારા પોતાની જાતે ભણતા ગયા. અહીથી જ તેઓ વિજ્ઞાન તરફ આકર્ષાયા. પુસ્તકોથી પ્રભાવિત થઈ ઇલેક્ટ્રિસિટીના અભ્યાસમાં રસ પડ્યો. આમ, ફોર્મલ શિક્ષણ નહિવત હોવા છતાં એક મહાન વિજ્ઞાની ઘડાતો ગયો. 

આ બાબત દરેકના માટે પ્રેરક છે.

આપણે કોલેજ કરીને કારકુન બનવા માગતા હોય તો જુદી વાત છે. બાકી શોધ અને સંશોધન અંદરથી ઉદભવે છે. જ્ઞાનની ભૂખ ઊઘડે તો અશિક્ષિત પણ કમાલ કરી શકે છે. થોમસ અલ્વા એડિસન અને ફેરાડે બંનેએ ફોર્મલ શિક્ષણ સીમિત હોવા છતાં મહાન શોધો કરી.

જે શિક્ષણથી વંચિત પણ મહાન કાર્ય કરવા ઇચ્છુક દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે.

માઈકલ ફેરાડેનું પૂતળું. ફોટો વિકિપીડિયા માંથી

શોધ અને સંશોધન:

માઈકલ ફેરાડે ઇલેક્ટ્રિસિટી અંગેના કાર્યથી જાણીતા છે. તેમણે સૌપ્રથમ ઇલેક્ટ્રીક જનરેટર બનાવ્યું. જેના આધારે સમય જતાં ઇલેક્ટ્રીક મોટર બની. આ એક એવી શોધ હતી જેણે દુનિયાને આધુનિક બનવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. આજે આપણે વીજળી વિનાનો કલાક પણ કાઢી શકતા નથી. દરેક ક્ષેત્રે વીજળી અનિવાર્ય થઈ ગયી છે. જે ફેરાડેની શોધનું મહત્વ સમજાવવા પૂરતું છે.

ફેરાડેનું ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટીઝમ ક્ષેત્રે મોટું પ્રદાન છે. ડાયમેગ્નેટિઝમ એ તેમની શોધ છે. એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોડ, આયન જેવા શબ્દો તેમણે પ્રચલિત કર્યા. ઊંચા તાપમાને કામ કરી શકે તેવા કાચના સંશોધનમાં પણ તેમનું પ્રદાન છે. રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ કામ તેમણે કર્યું છે. વાયુના પ્રવાહીકરણ માટે પણ કામ કર્યું. કાર્બન અને ક્લોરીનના સંયોજન બનાવ્યા. આમ, વિવિધ ક્ષેત્રે માઈકલ ફેરાડે એ કામ કર્યું છે.

રોયલ સોસાયટી:

ફેરાડે એ રોયલ ઇન્સ્ટીટ્યુટ સાથે ખૂબ કામ કરેલું. તેઓને રોયલ સોસાયટીના પ્રેસિડેંટ બનવા ઓફર થયેલી. જે તેમણે અસ્વીકાર કરેલી.

     મહાન માણસોને તેમના જીવનમાંથી મળતા સંદેશ માટે યાદ રખાય છે. ફેરાડેના જીવનનો એક પ્રસંગ છે. જે પ્રેરણાદાયી છે. તેઓ એક પ્રયોગનું નિદર્શન કરવાના હતા. ઘણા લોકો જોવા આવેલા. એક સ્ત્રી પોતાના નાના બાળકને તેડીને આવેલી. પ્રયોગ સાધારણ હતો. માત્ર એક મીટરની સોય વીજળીથી હાલી શકે તેવું બતાવવામાં આવ્યું. પેલી સ્ત્રી અકળાઈને બોલી કે, આટલું બતાવવા અમને બધાને બોલાવ્યા છે? કોઈ કાર્ય થયેલું તો દેખાતું નથી. એ સમયે હજુ વીજળી શોધાઈ નહોતી. એટલે એ સ્ત્રીને શું ખબર કે, એક મીટરની સોય હલવી એ અભૂતપૂર્વ છે એવું તે નહોતી જાણતી. ફેરેડેએ શાંતિથી કહ્યું, કે ‘તમારું બાળક અત્યારે કશું કરી શકતું નથી. તે રીતે મારો પ્રયોગ પણ કોઈ કામ કરતો દેખાતો નથી. પણ તમારું બાળક જેમ મોટું થઈને ઘણું બધુ કરશે, તેવી રીતે મારો પ્રયોગ મહાન કામ કરશે.’ આમ, નાની વાતોમાથી પ્રેરણા લઈએ તો જીવન ઉન્નત બનાવવા ઉપયોગી બને..

આપનું લાઈટબીલ ચેક કરો. 
લાઈટબીલ ચેક કરવા
મહત્વપૂર્ણ લિંક:

મહત્વપૂર્ણ લિંક:

ગુજરાત પીજીવીસીએલ(PGVCL), ડીજીવીસીએલ(DGVCL), એમજીવીસીએલ(MGVCL), યુજીવીસીએલ(UGVCL) ની  એંડ્રોઇડ એપ્લિકેશન દ્વારા બિલની ગણતરી કરો. 
આ એપ્લિકેશન ડાઉનલોડ માટેની લીંક 

તમારું લાઈટ બીલ આવ્યું..? લાઈટ બીલ આવી ગયુ હોય અથવા તો ઓનલાઈન ચેક કર્યા પછી તમારે લાઈટબીલ ભરવા જવા માટે ઓફિસનો ધક્કો ખાવાની જરૂર નથી એ પણ તમે ઓનલાઇન અહીંયા આપેલ લીંક પરથી જ ભરી શકશો. 

લાઈટ બીલ ભરવા માટેની લીંકો :
લાઈટ બીલ ભરવા મહત્વપૂર્ણ લિંક:

મધ્ય ગુજરાત વિજ કંપની લિ
એમજીવીસીએલ (MGVCL)

ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.
યુજીવીસીએલ (UGVCL)

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ.
પીજીવીસીએલ (PGVCL)

દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ.
ડીજીવીસીએલ (DGVCL)

ટોરેન્ટ પાવર બિલ ચુકવણી - ઝડપી પગાર


કેન્દ્ર વીજ મોડલ, ગુજરાત અને વીજ મોડલ :

  • કેન્દ્રની મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ગુજરાતના 'જ્યોતિગ્રામ મોડલ'થી દેશભરમાં વીજ વ્યવસ્થા સુધારવાની જાહેરાત કરી હતી.
  • તત્કાલીન વીજ પ્રધાન પિયુષ ગોયલે વિભાગ સમક્ષ વર્ષ 2018ના અંતભાગ સુધીમાં દેશનાં તમામ ગામડાં સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક મૂક્યું હતું.
  • સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના માર્ચ-૨૦૧૮ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોઈ વીજકાપ લાદવામાં આવ્યો ન હતો અને રાજ્યમાં કૃષિક્ષેત્રે દૈનિક આઠ કલાક વીજળી મળે છે.
  • ઑથોરિટીના ગ્રામીણ વીજળીકરણ અંગેના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ૧૭,૮૪૩ ગામડાં છે અને દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઈ છે.
  • દેશમાં વ્યક્તિદીઠ સરેરાશ વાર્ષિક વીજ વપરાશ ૧૦૭૫ (KWh)નો રહ્યો હતો.
  • જ્યોતિગ્રામ યોજના હેઠળ ખેતરમાં પિયત માટે આઠ કલાક વીજળી મળી રહે તે માટે સમાંતર બે વીજલાઇન નાખવામાં આવે છે.
  • નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે, ૩0 કરોડ ૪0 લાખ લોકો ઊર્જાથી વંચિત છે.
  • કેન્દ્ર સરકાર ૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક ધરાવે છે.

ટિપ્પણીઓ