બેંક ઓફ બરોડા (BOB) વોટ્સએપ બેંકિંગ સર્વિસ શરૂ થઇ
બેંક ઓફ બરોડા (BOB) વોટ્સએપ બેંકિંગ સર્વિસ શરૂ થઇ જેમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકોને બરોડા બેંક વોટ્સએપ પરજ ઘણીબધી સેવાઓ આપશે.
➜ બેંક ઓફ બરોડા વિષે થોડું જાણીએ...
બેંક ઓફ બરોડા ભારત સરકારની માલિકીની બેંકિંગ અને નાણાકીય સેવાઓ માટેની કંપની છે. તે ભારતની ત્રીજી સૌથી મોટી સરકારી માલિકીની બેંક છે. જેમાં ૧૩૧ મિલિયન ગ્રાહકો, ૨૧૮ અબજ યુએસ ડોલરનો કુલ વ્યવસાય અને ૧૦૦ વિદેશી કચેરીઓની વૈશ્વિક હાજરી છે. 2019 ના ડેટાના આધારે, તે ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ની સૂચિમાં ૧૧૪૫ મા ક્રમે છે.
બેંકઓફ બરોડા
બેંક ઓફ બરોડા, ભારતની આંતરરાષ્ટ્રીય બેંક ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ, મોબાઇલ બેન્કિંગ સેવાઓ, એકાઉન્ટ્સ, લોન, કોર્પોરેટરો અને એનઆરઆઈને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.
જેમાં તમારે અહીંયા નીચે આપેલ નંબર સેવ કરી દેવાનો રહેશે.
➜ બેંક ઓફ બરોડા (BOB) વોટ્સએપ બેંકિંગ સેવામાં ગ્રાહકને કઈ સેવાઓ મળશે?
- એકાઉન્ટ બેલેન્સ તપાસો.
- ચેકની સ્થિતિ તપાસ કરો.
- મીની સ્ટેટમેન્ટ મેળવો (છેલ્લો ૫ વ્યવહાર).
- ચેકબુક વિનંતી મોકલવી.
- ડેબિટ કાર્ડ બ્લોક કરાવવો.
- ફરિયાદ મોકલવી.
- ગ્રાહક ID નંબર જાણવા.
- નોંધાયેલ મેઇલ આઈડી જાણો.
- વ્યાજ દર અને ચાર્જ જાણો.
- નજીકનું શાખા / એટીએમ શોધો.
- સંપર્ક કેન્દ્રની વિગતો જાણો.
- વિવિધ બેંકિંગ ઉત્પાદન / સેવાઓ / ઓફરો જાણો.
- વોટ્સએપ બેંકિંગની મુખ્ય સુવિધાઓ
- બેંક ઓફ બરોડા ના રિટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ સુવિધાઓનો મેસેજ મળશે.
- તેમાં તમારે જેના વિશે જાણકારી મેળવવી હોય તેનો ક્રમ નંબરનો રીપ્લાય કરવો.
- તરતજ બેંક તરફથી તે સુવિધાને અનુરૂપ રીટર્ન મેસેજ આવશે.
- ફરી મેઈનમેનું માં જવા માટે # નો મેસેજ કરવાનો રહેશે.
- પ્રિવ્યુ જોવા માટે * (સ્ટાર)નો મેસેજ કરવો.
- વોટ્સએપ નંબર- https://wa.me/918433888777?text=Hi
- મહત્વપૂર્ણ વિડિઓ જુઓ: અહીં ક્લિક કરો
- વોટ્સએપ નંબરપર મેસેજ કરવા માટે : અહીં ક્લિક કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો