પીએમ કિસાન સન્માન નિધિ યોજના ll ખેડૂતોની સૌથી મોટી યોજના

 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ll ખેડૂતોની સૌથી મોટી યોજના

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાને ડિસેમ્બર 2018માં લૉન્ચ કરી હતી.  પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ મોદી સરકાર નાના તથા પછાત ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા લેખે  સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં મોકલે છે.

 

આ રકમ 2000 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જરૂરિયાતના હિસાબથી આ રકમ ખૂબ ઓછી છે. વડાપ્રધાન મોદીએ આ સ્કીમને ડિસેમ્બર 2018માં લૉન્ચ કરી હતી. આ યોજનાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ, અત્યાર સુધી 11.47 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચૂક્યો છે.

 પીએમ-કિસાન યોજના અંતર્ગત, ખેડુતોને દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં રૂ .6000 આપવામાં આવશે

આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે.

મોદી સરકાર તેની સૌથી મોટી ખેડૂત યોજના હેઠળ ખેતી માટે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી શરૂ થશે.

આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 6 હપ્તા ખેડુતોને મોકલાયા છે. છેલ્લા 23 મહિનામાં કેન્દ્ર સરકારે 11.17 કરોડ ખેડૂતોને સીધી 95 કરોડ રૂપિયાથી વધુની સહાય આપી છે.

 

આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો ૮ મો  હપ્તો, તમારું નામ PM-Kisan લિસ્ટમાં છે કે નહીં ? જાણો આ રીતે અહિયાંથી

 

આમ તો ગામમાં ગ્રામ પંચાયત મારફતે પીએમ કિસાન યોજનામાં તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઘણી વખત રજિસ્ટ્રેશન બાદ પણ ખેડૂતોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી થતા. માટે જરૂરી છે કે જાતે જ તપાસી લો કે તમારું નામ યોજનામાં રજિસ્ટર્ડ છે કે નહીં. આમ તો ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને પોતાનું નામ તપાસી અથવા રજિસ્ટર્ડ કરાવી શકે છે. ઉપરાંત ઓનલાઈન પણ નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે જાણી શકાય છે.

 

આ રીતે ઓનલાઈન તપાસો

 

- સૌથી પહેલ તમારે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.

- વેબસાઇટની ઉપર જમણી બાજુ તમને Farmers Corner જોવા મળશે.

- Farmers Corner માં તમને અલગ અલગ નામના બોક્સ જોવા મળશે.

- આ બોક્સમાં નવા ખેડૂતનું રજિસ્ટ્રશન, લાભાર્થી ખેડૂતનું સ્ટેટસ, લાભાર્થીની યાદી જેવું બોક્સ જોવા મળશે.

- અહીં તમારે Beneficiary Statusવાળા બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.

- અહીં તમને સ્ક્રીન પર આધાર નંબર, બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબરની કોલમ મળશે.

- હવે તેમા આધાર નંબર, બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર લખીને ક્લિક કરશો તો તમામ વિગતો તમારી સામે આવી જશે.

 

જણાવી દઇએ કે પીએમ કિસાન સન્માન યોજનામાં કેન્દ્ર સરકાર આ નાણાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આવે છે. જો દસ્તાવેજો બરાબર હશે, તો તમામ 11.17 કરોડ નોંધાયેલા ખેડુતોને સાતમા હપ્તાનો લાભ પણ મળશે. તેથી તમારા રેકોર્ડ તપાસો. જેથી પૈસા મળવામાં કોઈ તકલીફ ન પડે. જો રેકોર્ડમાં કોઈ ભૂલ છે તો ચોક્કસપણે તમને યોજનાનો લાભ મળશે નહીં.

 

આ ખેડૂતોને મળશે ફાયદો :

 

પીએમ કિસાન યોજનાનો લાભ એ ખેડૂતોને મળશે જેમની પાસે 2 હેકટર કરતા ઓછી જમીન હશે. ખેડૂતો પાસે આધારકાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. જો કે આધાર કાર્ડ વગર પણ પહેલા હપ્તાની ચુકવણી એમને કરી દેવામાં આવશે, પણ પછી આધારકાર્ડની જાણકારી આપવી જ પડશે, તો જ એમને આગળ લાભ મળશે. યોજના માટે ખડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે સોગન પત્ર પણ આપવું પડશે. અને ખોટી જાણકારી આપવા પર એમને મળતી રાશિની વસૂલવામાં આવશે.

 

જાણો કોને નહિ મળે આ યોજનાનો લાભ :

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ એ લોકોને નહિ મળે જેમના પરિવારનું કોઈ સભ્ય સાંસદ, વિધાયક અથવા સરકારી નોકરીમાં હોય. એટલું જ નહિ આ યોજનાનો લાભ એ લોકોને પણ નહિ મળે જેમણે ગયા નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સ ભર્યુ હોય. એના સિવાય સરકારે આ યોજના માંથી એ લોકોને પણ બહાર કર્યા છે જે પ્રોફેશન કામ કરે છે અને ઇનકમ ટેક્સના ડાયરામાં આવે છે. એમાં ડોક્ટર, વકીલ, એન્જીનીયર, સીએ, આર્કિટેક્ટ અને અન્ય એવા જ કામ કરવા વાળા પ્રોફેશનલ લોકો શામેલ છે, જેમને લાભ નહિ મળે.

      જે ખેડૂત અત્યારે બંધારણીય પદ પર છે અથવા તો પહેલા રહી ચુક્યા છે એમને આ યોજનાનો લાભ નહિ મળે. વર્તમાન સમયમાં જિલ્લા પંચાયત અઘ્યક્ષ અને મેયરને પણ આ યોજના માંથી બહાર રાખવામાં આવ્યા છે. સાથે જ મંત્રીને પણ આ યોજનાનો લાભ નહિ મળે. ચોથી શ્રેણીને છોડીને સરકારી કર્મચારીઓને આનો ફાયદો નહિ મળે. માસિક 10 હજાર રૂપિયા કરતા વધારે પેંશન મેળવતા લોકોને પણ આ યોજનાથી અલગ રાખવામાં આવ્યા છે.

 PM કિસાન સન્માન નિધિ યોજનાની બજેટની જાહેરાત બાદ ભારતના ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હવે જેમને રુચિ હતી તેઓ PM કિસાન યોજના લાભકારી સ્થિતિ 2020 માં તેમનું નામ ચકાસી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતને ત્રણ હપ્તામાં રૂ. 6000.

        જેઓ PM કિસાન નિધિ યોજના હેઠળ યોગ્ય છે તેઓ મોબાઇલ નંબર, આધાર નંબર અને એકાઉન્ટ નંબર દ્વારા ચુકવણીની સ્થિતિ ચકાસી શકે છે. Pmkisan.nic.in ડાઉનલોડ કરવા. સૂચિ (લિસ્ટ), નાગરિકો આ લેખમાં ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરી શકે છે અથવા નીચે આપેલી લિંકની સીધી મુલાકાત લઈ શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :

 

આ યોજનાની ઓફલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા :

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ નીચે જણાવેલા પુરાવા રજુ કરવાના રહેશે.

1. આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ

2. ખેડૂત ખાતેદારના ખાતાની વિગત

3. બેન્ક પાસબુક/બેન્ક ખાતા નંબર અને IFSC કોડ સહિતની માહિતી

4. એકરાર નામું સહિતના આધાર પુરાવાઓ

આ પુરાવા લઈને એમણે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના


તમારા વિસ્તારના તલાટી પાસેથી તમને એનું ફોર્મ મળી રહેશે. અને ખેડુત લાભાર્થીને એકરારનામાની વિગત ગ્રામ પંચાયત ખાતેથી મળી રહેશે. જેમાં તેઓએ તમામ વિગતો ભરી પોતાની સહી સાથે અરજી રજુ કરવી પડશે.

મહત્વપૂર્ણ લિંક્સ:

ગુજરાતીમાં સમાચાર વાંચવા અને જોવા માટે અહીં ક્લિક કરો

PM કિસાન યાદી 2020: લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

PM કિસાન નોંધણી 2020: રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

PM કિસાન એપ્લિકેશન 2020: એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


આ જાણકારી તમારા તમામ મિત્રો અને સંબંધીઓને શેર કરવા વિનંતી, જેથી જરૂરિયાતમંદ ખેડૂત સુધી તે પહોંચી શકે.

❤: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમમાં પૈસા ન મળ્યા હોય તો આ હેલ્પલાઇન પર  ફરિયાદ કરી શકો છો.

❤: ખેડૂતોને રોકડ સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા બધા નોંધાયેલ ખેડૂતોને પૈસા મળ્યા નથી. એક જ ગામમાં અમુક ખેડૂતોને બે વખત બે બે હજાર રૂપિયા આવી ગયા છે,તો અમુક ખેડૂતોને પૈસા જમા થતા નથી.


અમુક ખેડૂતોના ખાતામાં અગાઉના આવી ગયા છે પરંતુ છેલ્લોહપ્તો નથી આવ્યો. આવા લોકોએ પોતાના કૃષિ અધિકારી કે સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરવો જોઈએ અને જાણવું જોઈએ કે તેમનું નામ લાભાર્થીઓમાં છે કે નહીં. જો છે તો તેમને પૂછવું જોઈએ કે પૈસા કેમ નથી આવ્યા.


સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલ ના કહેવા મુજબ,’ ખેડૂતોના ખાતામાં યોજના ના પૈસા સરકાર ના ખાતા માંથી સીધા નથી જઇ રહ્યા. કેન્દ્ર સરકાર રાજ્યના એકાઉન્ટમાં પૈસા મોકલે છે પછી રાજ્ય સરકારના એકાઉન્ટમાંથી ખેડૂતો સુધી પૈસા પહોંચે છે. કેન્દ્ર સરકાર દરેક લાભાર્થીઓના પૈસા મોકલી રહી છે.’ આવામાં જો તમારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા તો તમે પોતાના રેવેન્યુ અધિકારી અને કૃષિ અધિકારીનો સંપર્ક કરો. તેમ છતાં પણ  પૈસા જમા ના થાય તો સોમથી શુક્ર પીએમ કિસાન હેલ્પ ડેસ્ક પર ઈ-મેલ પર સંપર્ક કરી શકો છો. જો તેમ ન ફાવે તો આ ફોન નંબર પર વાત કરો.

હેલ્પ ડેસ્ક ફોન નંબર :-

011-23381092

આટલું જ નહીં પરંતુ યોજનાના વેલ્ફેર સેક્શનમાં પણ સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેના ફોન નંબર નીચે મુજબ છે :-

011-23382401


આ ત્રણ રાજ્યના ખેડૂતોને સૌથી વધુ લાભ મળ્યો :-

ઉત્તર પ્રદેશ :- 10849465 ખેડૂતો

આંધ્ર પ્રદેશ :- 3296278 ખેડૂતો

ગુજરાત :- 2729934 ખેડૂતો


ટિપ્પણીઓ