આદુ: આવો જાણીએ ઘરેલું ઔષધ આદુ વિશે.

ઘરેલું ઔષધ આદુ, આદુની વિશેષતાઓ 

આદુ
"આદુ"


#ઔષધ અને આરોગ્ય,#ઘરેલું ઔષધી

આદુનાં વિવિધ પ્રદેશો અને ભાષાઓમાં જુદાં જુદાં નામો છે, સંસ્કૃતમાં વિશ્વોષધ, અંગ્રેજીમાં જીંજર, ઇન્ડોનેસિયામાં જાહે, નેપાળમાં અદુવા અને ફીલીપીનસમાં લુયા કહેવામાં આવે છે.

આદુ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી વનસ્પતિ છે, જેનાં મૃળમાં થતી ગાંઠનો ઉપયોગ આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. સૌથી વધુ આદુની ખેતી ભારતમાં થાય છે.

જગતમાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં ભારતનો ૩૦% ભાગ જેટલો છે. ત્યાર બાદ ચીન, ઇન્ડોનેસિયા, નેપાળ, નાઇજેરિયા, બાંગ્લાદેશ, જાપાન , થાઈલેન્ડ , ફીલીપૈન્સ અને શ્રીલંકા ખાતે આદુની ખેતી કરવામાં આવે છે.

ભોજનને સ્વાદિષ્ટ અને પાચનયુક્ત બનાવવા માટે આદુનો ઉપયોગ હંમેશા ઘરમાં કરવામાં આવે છે. આમ તો તે બધા રાજ્યોમાં થાય છે, પરંતુ વધુ પ્રમાણમાં ઉત્પાદન કેરળ રાજ્યમાં કરવામાં આવે છે. જમીનની અંદર ઉગવા વાળું ભીની સ્થિતિમાં હોય ત્યારે આદુ, અને સુકાઈ જાય ત્યારે તે સુંઠ કહેવાય છે. ભીની માટીમાં દાટીને રાખવાથી તે લાંબા સમય સુધી તાજુ રહે છે. તેના મૂળ હલકા પીળાપણા ને લીધે ભહુખંડી અને સુગંધિત હોય છે.

આદુ માં અનેક ઔષધીય ગુણો હોવાને લીધે આયુર્વેદમાં તેને મહા ઔષધી માનવામાં આવે છે. તે ગરમ, તીક્ષ્ણ, ભારે, પાકમાં મીઠા, ભૂખ વધારનાર, પાચક, ચરચરા, રુચિકારક, ત્રિદોષ મુક્ત એટલે કે વાત, પિત અને કફ નાશક હોય છે.

વેજ્ઞાનિકો ના માનવા મુજબ આદુની રાસાયણિક બંધારણ માં ૮૦ ટકા ભાગ પાણી હોય છે, જો કે સુંઠ માં તેનું પ્રમાણ ૧૦ ટકા હોય છે. તે સિવાય સ્ટાર્ચ ૫૩ ટકા, પ્રોટીન ૧૨.૪ ટકા, રેશા (ફાઈબર) ૭.૨ ટકા, રાખ ૬.૬ ટકા, તાત્વિક તેલ (ઇસેન્શીયલ તેલ) ૧.૮ ટકા તથા ઔથિયોરેજિન મોટા પ્રમાણમાં મળી રહે છે.

સુંઠ (સુકું આદુ) માં પ્રોટીન, નાઈટ્રોજન , અમીનો એસીડ્સ, સ્ટાર્ચ, ગ્લૂકોજ, સુક્રોસ, ફ્રુકટોસ, સુગંધિત તેલ, એલીયોરેસીન, જિંજીવરીન, રૈફીનીશ, કેલ્શિયમ, વિટામીન ‘બી’ અને ‘સી’, પ્રોટીથીલીટ એન્જાઈમ્સ અને લોઢું પણ મળે છે. પ્રોટીથીલીટ એન્જાઈમ્સ ને કારણે જ સુંઠ કફ દુર કરવા અને પાચનમાં વિભાગમાં ખુબ જ ગુણકારી સાબિત થયેલ છે.

આદુ ને મોટાભાગે લોકો મસાલા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જો તેના રસ ને નિયમિત પીવામાં આવે તો તે ઘણી મોટી બીમારીઓને નિયંત્રણ માં રાખી શકે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.


➜  કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !

        આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.         

      કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન.........

રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.

ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.

        કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.

       અમેરિકાની 'ધ જ્‍યોર્જિયા સ્‍ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.

        એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્‍ટતા એ છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્‍સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્‍તન કેન્‍સર સહિત અનેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.

આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્‍યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.

        આ વાત સાબિત કરે છે કે, કેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્‍સર મુકત ત્‍યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્‍સરનાં આવા કોષો નાશ પામે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને તેની સૂકવણી કરવામાં આવે ત્‍યારે ૬-શોગાઓલ નામનું આ અત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી મળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી.

આ એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે.

જ્‍યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે.

કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.


➜  આદુ અને મધ: 

      આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.


➜  આદુ અને આંબળા :

        નિયમિત રીતે આદુ અને આંબળાનો વપરાશ ખાવામાં કરવાથી શરીરમાં સફેદ રક્ત કોશિકાઓની સંખ્યા વધે છે, જેથી શરીરને સંક્રમણ અને બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આંબળા, આયરન, કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે. તો સાથે જ આદુમાં જિંજરોલ પણ મળી આવે છે. જિંજરોલમાં એનાલ્જેસિક, સેડટિન, એન્ટીપાઈરેટિક અને એન્ટીબેક્ટીરિયલના ગુણ છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આદુ શરદી, ઉધરસ સિવાય બ્લડ શુગરને પણ કંટ્રેલ કરવામાં પણ ખૂબ જ સારુ છે.


➜  આ રીતે બનાવો જ્યૂસ: 

  • આદુ, આંબળા, કોથમીરના પાંદડા, ફુદીનાના પાંદડાને સારી રીતે ધોઈ લો.
  • હવે બધી જ વસ્તુઓને એક સાથે જ્યૂસમાં ભેળવીને જ્યૂસ કાઢી લો.
  • હવે આ જ્યૂસમાં સ્વાદપ્રમાણે મીઠું, મધ અને દળેલુ જીરુ નાખી પી લો.

નિયમિત રીતે આ જ્યૂસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક વધે છે અને તમે ઓછા બીમાર પડો છો.જોકે, જે લોકોને કફ, ગળામાં બળતરા જેવી સમસ્યા છે, તે આ જ્યૂસનુ સેવન ન કરો.


➜  આદુ અને તુલસી :

આદુ અને તુલસી ઉમેરી ચા બનાવો અને પીવો. આ ચા પીવાથી શરદીની સમસ્યા દૂર થશે.  આ ચા પીવાથી કોરોના પણ નહીં આવે નજીક.

આદુ અને તુલસીની ચા બનાવવાની રીત:

સૌ પ્રથમ એક તપેલી લો એમાં દૂધ નાખી ગેસ શરૂ કરી પછી ચા-ખાંડ અને ચાનો મસાલો નાખો. હવે આ મિશ્રણને ઉકાળો. હવે એક ઉભરો આવે એટલે એમાં આદુ ખમણીને નાખો. અને ત્યાર બાદ તેમા તુલસીના પાન ઉમેરીને તેને ઉકાળી લો. ઉભરો આવે એટલે ગરમા ગરમ ચા સર્વ કરો. શરદીની સમસ્યાથી તમને રાહત મળી શકશે..


➜   હાલે કોરોનામાં આદુ :

  • આયુષ મિનિસ્ટ્રી ની ગાઇડલાઇન મુજબ રસોઈમાં હલ્દી (હળદર), જીરા (જીરું), ધાણીયા (ધાણા) અને  લહસૂન (લસણ) ની ભલામણ કરવામાં આવી છે. તેમ જ તુલસી (તુલસી), દાલચિનીમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો, (તજ), કાલિમિર્ચ (કાળા મરી), શુંથી (સુકા આદુ) અને મુનાક્કા(કિસમિસ) - દિવસમાં એક કે બે વાર,  ગોળ (કુદરતી ખાંડ) અને / અથવા તાજી તાહતા લીંબુનો રસ, પીવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.
  • ઈરાનમાં કોરોનાના 200 માંથી 190 જેટલા દર્દી આદુ અને અજમાથી સાજા થયા.   કેટલીક ન્યુસ ચેનલો પર દર્શાવાઈ રહેલા ઈરાનના એક વીડિયોમાં જણાવાયું છે કે તહેરાનની એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના ૨૦૦ દર્દીઓની સારવારમાં આદુ અને અજમાનાનો પ્રયોગ કરાયો હતો.  એમને તજપત્તા નાખેલો સૂપ પીવડાવાયો હતો. નવાઈની વાત એ છે કે આ પરંપરાગત ઉપચાર પદ્ધતિથી કોરોનાના ૨૦૦માંથી ૧૯૦ દર્દીઓ આઠને બદલે ચાર જ દિવસમાં સાજા થઈ ગયા હતા અને એમનો હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ દેવાઈ હતી.

➜   જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.

(૧).  મસાલામાં આદુ રાજા છે.

(૨). જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).

(૩).  ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.

(૪).  જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.

(૫).  વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.

(૬).  છાતી માંથી શરદી કાઢી નાખે છે.

(૭).  આમવાત ના સોજા મટાડે છે.

(૮).  જાડાપણું (મેદ) મટાડે છે.

(૯).  કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.

(૧૦).  સીળસ મટાડનાર છે.

(૧૧).  દમના દર્દીને ફાયદો કરે છે

(૧૨).  હૃદય રોગ મટાડનાર છે.

(૧૩).  તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી

(૧૪).  પીત્તનું શમન કરે છે.

(૧૫). દરરોજ તુલસી-આદુનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

(૧૬). એક ચમચી આદુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દુર થઇ જાય છે.

(૧૭).  આદુ-તુલસીનો રસ- 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 10-15 તુલસીના પાનનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.

(૧૮).  આદુ-લીંબુનો રસ- 2 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ 1 કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થશે.

(૧૯). આદુનો રસ અને મધ- 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહી સાફ થાય છે.

       આદુમાં ઉડીયન તેલ - ૩%

       તીખાશ - ૮%

       સ્ટાર્ચ - ૫૬%

       આદુ ગરમ છે તે વાત ખોટી છે. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

#ઔષધ અને આરોગ્ય,#ઘરેલું ઔષધી

ટિપ્પણીઓ