કેરી ખાવાના અઢળક ફાયદાઓ / જાણો ફળોના રાજા કેરી વિશે.
કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
ઉનાળો આવતાની સાથે જ કેરી યાદ આવવા લાગે છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ ખાવાની મજા જ અનેરી હોય છે. ગરમીની સિઝનમાં થતાં લગ્નોમાં પણ કેરીના રસની લોકો લિજ્જત મણાતા હોય છે. ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગે છે. કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
➜ કેરીના ગુણ:
એન્ટીઓક્સિડન્ટની સાથે એક કપ કેરીમાં 99 કેલરી અને 0.6 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત તેમાં 1 ટકા કોલેસ્ટ્રોલ, 1.7 મિલિગ્રામ સોડિયમ, 277.2 મિલિગ્રામ પોટેશિયમ, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.6 ગ્રામ ડાયેટરી ફાઇબર, 23 ગ્રામ શુગર, 1.4 ગ્રામ પ્રોટીન, 35 ટકા વિટામીન એ, 20 ટકા કોપર, 18 ટકા ફોલેટ, 9.7 ટકા વિટામીન ઇ, 6.5 ટકા વિટામીન બી5, 6 ટકા વિટામીન કે, 100 ટકા વિટામીન સી, 10 ટકા વિટામીન બી-6, 1 ટકા કેલ્શિયમ, 1 ટકા આયરન અને 4 ટકા મેગ્નેશિયમ હોય છે.
➜ કેરી ખાવાના ફાયદા
➣ વિટામીન એથી ભરપુર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસમાં વિટામીન એનો 25 ટકા ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે.
➣ જે લોકો એનિમિયા ગ્રસ્ત છે તેમના માટે કેરી બહેતર ઓપ્શન છે. તેમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. તેનાથી શરીરમાં લોહીની કમી પુરી થાય છે.
➣ જે લોકો વજન વધારવા ઇચ્છતા હોય તેમણે કેરીને પોતાના ડાયેટનો ભાગ બનાવવી જોઇએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે. જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે.
➣ એન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.
➣ ફાઇબરથી ભરપુર હોવાના લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો.
➣ આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.
➣ કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે. કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
➣ કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે.
➣ કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.
➣ કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે.
➣ કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે.
➣ બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો