ઓડિઓ બુક: ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધારના તમામ ભાગો ઇ-બુક અને ઓડિઓ ફોર્મેટમાં.

"ઝવેરચંદ મેઘાણી"
ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત ૧૮૯૬માં ૧૫ ઑગસ્ટના દિવસે ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

01. તેરી પનાહમે હમે રખના...

લોકકથા:
• ડોશીમાની વાતો - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૧ - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૨ - ૧૯૨૪ • સૌરાષ્ટ્રની રસધાર ૩ - ૧૯૨૫ • સૌરાષ્ટ્રની રસધાર ૪ - ૧૯૨૬ • સૌરાષ્ટ્રની રસધાર ૫ - ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ પહેલો- ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ બીજો - ૧૯૨૮ • સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો - ૧૯૨૯ • કંકાવટી ૧ - ૧૯૨૭ • કંકાવટી ૨ - ૧૯૨૮ • દાદાજીની વાતો - ૧૯૨૭ • સોરઠી સંતો, ભાગ પહેલો - ૧૯૨૮ • સોરઠી ગીતકથાઓ - ૧૯૩૧ • પુરાતન જ્યોત - ૧૯૩૮ • રંગ છે બારોટ - ૧૯૪૫

લોકગીતો:
• રઢિયાળી રાત ૧ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૨ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૩ - ૧૯૨૭ • રઢિયાળી રાત ૪ - ૧૯૪૨ • ચુંદડી ૧ - ૧૯૨૮ • ચુંદડી ૨ - ૧૯૨૯ • ઋતુગીતો - ૧૯૨૯ • હાલરડાં - ૧૯૨૯ • સોરઠી સંતવાણી - ૧૯૪૭ • સોરઠીયા દુહા - ૧૯૪૭

નાટક:
• રાણો પ્રતાપ - (ભાષાંતર) ૧૯૨૩ • રાજા-રાણી - (ભાષાંતર) ૧૯૨૪ • શાહજહાં - (ભાષાંતર) ૧૯૨૭ • વંઠેલાં - ૧૯૩૩ • બલિદાન -

જીવનચરિત્ર:
• નરવીર લાલાજી - ૧૯૨૭ (બે દેશ દીપક ખંડ ૧) • સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭(બે દેશ દીપક ખંડ ૨) • ઠક્કરબાપા - ૧૯૩૯ • અકબરની યાદમાં - ૧૯૪૨ • આપણું ઘર - ૧૯૪૨ • પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨ • મરેલાંનાં રુધિર - ૧૯૪૨ • આપણા ઘરની વધુ વાતો - ૧૯૪૩ • દયાનંદ સરસવતી - ૧૯૪૪ • માણસાઈના દીવા - ૧૯૪૫. ઝંડાધારી - મહર્ષિ દયાનંદ - ૧૯૨૬

નવલકથા
• સત્યની શોધમાં - ૧૯૩૨ • નિરંજન - ૧૯૩૬ • વસુંધરાનાં વહાલાં દવલાં - ૧૯૩૭ • સોરઠ, તારાં વહેતાં પાણી - ૧૯૩૭ • સમરાંગણ - ૧૯૩૮ • અપરાધી - ૧૯૩૮ • વેવિશાળ - ૧૯૩૯ • રા' ગંગાજળિયો‎ - ૧૯૩૯ • બિડેલાં દ્વાર - ૧૯૩૯ • ગુજરાતનો જય ૧ - ૧૯૪૦ • તુલસી-ક્યારો - ૧૯૪૦ • ગુજરાતનો જય - ૧૯૪૨ • પ્રભુ પધાર્યા - ૧૯૪૩ • કાળચક્ર - ૧૯૪૭

કવિતાસંગ્રહ
• વેણીનાં ફૂલ - ૧૯૨૮ • કિલ્લોલ - ૧૯૩૦ • સિંધુડો - ૧૯૩૦ • યુગવંદના - ૧૯૩૫ • એકતારો - ૧૯૪૦ • બાપુનાં પારણાં - ૧૯૪૩ • રવીન્દ્વ-વીણા - ૧૯૪૪

લઘુકથા
• કુરબાનીની કથાઓ - ૧૯૨૨ • ચિતાના અંગારા ૧ - ૧૯૩૧ • ચિતાના અંગારા ૨ - ૧૯૩૨ • જેલ ઓફીસની બારી - ૧૯૩૪ • દરિયાપારના બહારવટિયા - ૧૯૩૨ • પ્રતિમાઓ - ૧૯૩૪ • પલકારા - ૧૯૩૫ • ધુપ છાયા - ૧૯૩૫ • મેઘાણીની નવલિકાઓ ખંડ ૧, મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - ૧૯૪૨ • વિલોપન - ૧૯૪૬

વેરાનમાં
લોકસાહિત્ય
• લોકસાહિત્ય ૧ - ૧૯૩૯ • પગડંડીનો પંથ - ૧૯૪૨ • ચારણો અને ચારણી સાહિત્ય - ૧૯૪૩ • ધરતીનું ધાવણ - ૧૯૪૪ • લોકસાહિત્યનું સમાલોચન - ૧૯૪૬

પ્રવાસ ભાષણ
• સૌરાષ્ટ્રના ખંડેરોમાં - ૧૯૨૮ • સોરઠને તીરે તીરે - ૧૯૩૩ • પરકમ્મા - ૧૯૪૬ • છેલ્લું પ્રયાણ - ૧૯૪૭

અન્ય
• સળગતું આયર્લૅંડ • એશિયાનું કલંક • લાલકિલ્લાનો મુકદ્દમો

અવસાન
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
સન્માન
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



શ્રાવ્ય પુસ્તક: ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના બધા ભાગ ઇ-બુક અને ઓડિયો સ્વરૂપે.

ઝવેરચંદ મેઘાણી જો બંગાળ માં જનમ્યા હોત તો તેમને નોબેલ પ્રાઈઝ કે ભારતરત્ન જેવા જગપ્રતીષ્ઠીત પુરસ્કારો મળ્યા હોત..ખેર.. ગુજરાત ના અહોભાગ્ય..
મેઘાણી સાહીત્ય ને જીવતુ રાખવા તેમના પુત્ર મહેન્દ્ર મેઘાણીએ પુરુ જીવન લોકમીલાપ માં ખર્ચી નાખ્યું, અને વીધી ની વક્રતા કે લોકમીલાપ ને બંધ કરવું પડ્યું, પણ મેઘાણી ના લોકસાહીત્ય ને જીવતુ રાખવા વીરલાઓ પડ્યા છે, જમાના સાથે ચાલવા સૌરાષ્ટ્ર ની રસધાર ની ઓડીયો બુકો બહાર પાડી ને નેટ પર તેને free ઉપયોગ માટે મુકી છે, આ લીંક ને save કરી રાખો અને શક્ય હોય તેટલા ચાહકો ને મોકલો.. જેને વાંચવા નો કંટાળો આવતો હોય કે વાંચી ન શકતા હોય તેમના માટે આશીર્વાદ રુપ સ્વરુપે આ પુસ્તકો આવ્યા છે..
દીપક

ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના બધા ભાગ ઇ-બુક અને ઓડિયો સ્વરૂપે ઉપલબ્ધ છે....

હવે ઘરે બેઠા સાંભળો... ખુબ જ રસપ્રદ વાતો - 


🌷🌷🌷🌷🌷🌷🌷

ઘરે બેઠા વાંચો. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.

જુની અસલ કાઠિયાવાડ ની વાતો
અચુક સાંભળો - ખુબ જ સુંદર કામ કયુઁ છે.. આ વિચાર કરનાર ને લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છા...

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


ટિપ્પણીઓ