ધોરણ : ૧ થી ૮ ના બાળકોને વેકેશનની રજાઓમાં ઘરે જ ગૃહકાર્ય

 ધોરણ : ૧ થી ૮ ના બાળકોને વેકેશનની રજાઓમાં ઘરે જ ગૃહકાર્ય

વેકેશન ગૃહકાર્ય


 ધોરણ : ૧ થી ૮ ઘરે જ ગૃહકાર્યમાં કરાવી શકાય તેવી નિષ્ણાંત શિક્ષક મિત્રો દ્વારા ખુબજ મહેનતથી ચોકસાઈ પૂર્વક બનાવેલ શૈક્ષણિક સાહિત્ય અત્યારેજ ડાઉનલોડ કરો અને આપના બાળકોને પ્રિન્ટ કાઢીને અથવા તો  આપના મોબાઈલ પરજ તૈયારી કરાવી શકો છો.

આ તમામ ધોરણવાર મટેરિયલ આપ નીચે આપેલ લીનક પરથી ડાઉનલોડ કરી શકશો.

એક સમય હતો જ્યારે વેકેશન એટલે થોડા સમયમાં ઘણુંબધું રમી લેવાની મૌસમ પરંતુ આજે વેકેશન એટલે થોડા સમયમાં ઘણુંબધું શીખી લેવાની મૌસમ. વર્તમાન પેઢીનો વેકેશન સાથે સંબંધ એ જ છે પરંતુ વિચારધારા જરૂરથી બદલાઈ છે.

❤  વેકેશન કાવ્ય  ❤
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઈને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે, પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઈ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઈ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો અને બાળ મનોવિજ્ઞાન ના જાણકાર પ્રજ્ઞા ગણિત ના લેખક શિક્ષક મિત્રો દ્વારા રચાયેલ.


❤   ગૃહકાર્ય ધોરણ: ૧ થી ૮

પ્રસ્તાવના વેકેશનના સમયમાં તેમજ શેરી શિક્ષણ દરમિયાન ઓછા સમયમાં વધારે બાળકો સુધી પહોંચી શકાય અને બાળકો ની ગણિત, ગુજરાતી તેમજ અન્ય વિષયોની તેમજ  મૂળ બાબતો જ કાચી ન રહે તેમ જ તેનો સરળ મહાવરો બાળકોને ઘર બેઠા જ મળે તે માટે આ પુસ્તિકા તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ સાહિત્ય એક સાથે બનેલ નથી, પણ શેરી શિક્ષણ દરમિયાન જ્ઞાન પાકું કરાવ્યા બાદ સમયાંતરે જરૂરી લાગ્યું તેમ બન્યું છે.
      આ સાહિત્યની નાની નાની ચીજો તૈયાર કરી તમામ બાળકોને આપી તેનો મહાવરો કરાવી ચકાસણી કરવામાં આવેલ છે. આ સાહિત્યના ઉપયોગથી ઓછા સમયમાં ઘણા બાળકો સુધી પહોંચી શકાયુ છે. આ સામગ્રીનો ઉપયોગ કરવાથી બાળકોનો ઉત્સાહ વધવા સાથે તેનું સારું પરિણામ મળ્યું છે. માટે અન્ય બાળકો ના ઉપયોગ અર્થે આ સામગ્રીને શેર કરવામાં આવે છે. માત્ર શેરી શિક્ષણ જ નહીં પણ વેકેશન ગૃહકાર્ય તેમજ શાળા શિક્ષણ દરમ્યાન પણ આ સાહિત્ય ગૃહકાર્ય તરીકે આપવાથી બાળકોને સારો એવો મહાવરો મળશે. અને એમની ગણિત, ગુજરાતી તેમજ અન્ય વિષયોની પ્રવૃતિઓની મૂળભૂત બાબતો મજબૂત બનશે તેવી શ્રધ્ધા અને વિશ્વાસ છે.


  આ પુસ્તિકાઓની વિશેષતાઓ.


(૧).  વિવિધતા સભર અને સરળ મહાવરા.
(૨). ધોરણ ૧ થી ૮ના ગણિત, ગુજરાતી તેમજ અન્ય વિષયોની મોટાભાગની મૂળભૂત બાબતો નો સમાવેશ.
(૩). HOT આધારિત પ્રશ્નો પણ સમાવેશ.
(૪). ઉદાહરણો દ્વારા સરળ સમજ.
(૫) બાળ મનોવિજ્ઞાન મુજબ રચના.
(૬). સરવાળા બાદબાકી જેવી મૂળભૂત બાબતો નો ભરપૂર મહાવરો.
(૭). બાળકો જાતે સમજી શકે તેવી પ્રશ્ન રચનાઓ.
(૮). રંગીન અને આકર્ષક લખાણ.
(૯). જરૂર જણાય ત્યાં આકૃતિઓ અને કોષ્ટક નો ઉપયોગ.
(૧૦). વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા સમીક્ષા.



  વેકેશન વાર્તા
ચતુરનું અનોખું વેકેશન
       અંબાપર નામના ગામમાં ચતુર નામનો એક છોકરો રહેતો હતો. તેની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી તે પોતાના મોસાળ તુલસીનગર વેકેશન માણવા ગયો. અંબાપરથી તુલસીનગર ૧૨ કિ.મી. દૂર આવેલું હતું. ત્યાં પહોંચીને તે મામાની વાડીમાં ફર્યો અને મજા કરવા લાગ્યો.
      બીજા દિવસે તે ગામમાં ફરવા નીકળ્યો. ચતુરે જોયું તો લાગ્યું કે તુલસીનગરમાં વૃક્ષોની સંખ્યા ઓછી હતી. તેથી તેણે તેના મામાની વાડીમાંથી નાના રોપાઓ લાવી તુલસીનગરમાં વાવવાનું મનોમન નક્કી કરી, પાછો વાડીએ ગયો. ત્યારબાદ સવારમાં તે ગામના છોકરાઓની મદદથી અને ગામના અન્ય છોકરાઓની મદદથી ત્રીસેક રોપાઓ લઈ જરૂર જણાઈ ત્યાં વાવ્યા. તે અને ગામના અન્ય છોકરાઓ રોપાઓની દેખભાળ રાખવા લાગ્યા. રોપાઓની સુંદર દેખભાળથી સારો વિકાસ થતો રહ્યો. વેકેશન પૂર્ણ થવાના બે દિવસ બાકી હતા ત્યારે, ગામના સરપંચ હિમેશભાઈને ગામના અન્ય છોકરાઓ દ્વારા રોપાઓની વાવણી બાબતે ખબર પડતાં રોપાઓની જાતતપાસ કરી અને જોયું તો રોપાઓનો વિકાસ સારો હતો. બીજા દિવસે ગામલોકો વચ્ચે ચતુરને બોલાવી આ સદ્પ્રવૃત્તિ બદલ સન્માન કરી પ્રતિજ્ઞા લીધી કે અમે બધા વૃક્ષો વાવીશું અને દેખભાળ કરીશું. ચતુરે પણ સરપંચશ્રીનો આભાર માની જણાવ્યું કે; દરેક પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવી જાળવણી કરે તો પર્યાવરણ જોખમાશે નહિ. બધાએ આ વાત સ્વીકારી તાળીઓ પાડી વધાવી લીધી. મનોમન મલકાટ સાથે ચતુર બીજા દિવસે અંબાપર પહોંચ્યો. ત્યાં તુલસીનગરની પોતાની પ્રવૃત્તિની વાત કરી, તો બધાએ ગૌરવ સાથે તેને શાબાશી આપી.


 ➜  હોમવોર્ક PDF મટેરિયલ ડાઉનલોડ 👇


❤ આ તમામ સાહિત્ય ની પ્રિન્ટ કાઢી અને બાળકોને આપી અને વેકેશન દરમિયાન મહાવરો કરાવી શકો છો. તેમજ મોબાઇલ ની અંદર જ પણ આ પીડીએફ ફાઈલ ઓપન કરી અને યોગ્ય સમય મર્યાદા મુજબ આ બાળકોને વેકેશન દરમિયાન મહાવરો કરાવી શકો છો... આ સાહિત્યથી બાળકોને ખૂબ જ સરળતાથી ઘરબેઠા શીખી શકાશે.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.




ટિપ્પણીઓ